અમેરિકામાં ઇમિગ્રન્ટ્સનો મુદ્દો ઉગ્ર બન્યો છે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાવવા ઇમરજન્સી લાગુ કરી છે જેથી સૈન્ય ફંડને બોર્ડર વૉલ માટે ઉપયોગમાં લઇ શકે ફેબ્રુઆરી મહિનામાં થયેલી એક સમજૂતી હેઠળ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને દિવાલ બનાવવા માટે માત્ર 14 બિલિયન ડોલર (98 કરોડ)ની રકમ મળી હતી ટ્રમ્પે દિવાલ બનાવવા માટે 57 અબજ ડોલર (40,000 કરોડ)ની માગણી કરી હતી, પરંતુ તેઓએ ગણતરી કરતા તદ્દન ઓછી માત્ર 14 અબજ ડોલરની રકમ મળી છે
મેક્સિકોની તિજુઆના સરહદેથી લેટિન અમેરિકન દેશોના ઇમિગ્રન્ટ્સનું એક જૂથ અમેરિકામાં પ્રવેશ માટે આગળ વધી રહ્યું છે યુએસ-મેક્સિકો બોર્ડર પરથી લેટેસ્ટ સમાચાર અનુસાર, ઇમિગ્રન્ટ્સે દિવાલ કૂદવા માટે દોરડાની સીડીનો ઉપયોગ કરી રહ્યા છે ઇમિગ્રન્ટ્સનું એક જૂથ ટેક્સાસના અલ પાસોમાં બુધવારે દોરડાંની સીડીનો ઉપયોગ કરી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તેઓ સીડીથી જેવા બોર્ડરની બીજી તરફ પહોંચ્યા તો બોર્ડર પેટ્રોલ એજન્ટે તેઓની ધરપકડ કરી લીધી હતી
મંગળવારે ગ્વાતેમાલાના 16 વર્ષના કિશોરનું યુએસ કસ્ટડીમાં મોત થયું છે
માર્ચ મહિનાના અંતમાં મેક્સિકો બોર્ડર પર ફેન્સિંગ વૉલ બનવાની શરૂઆત કરવામાં આવી હતી કેલિફોર્નિયા બોર્ડર પર 36 કિમી લાંબા બેરિયર્સને હટાવીને ફેન્સિંગ બોર્ડર તૈયાર કરી દેવામાં આવી છે અમેરિકાની મેક્સિકો સાથેની 3200 કિમી લાંબી સરહદ છે મેક્સિકો ચીન-કેનેડા બાદ અમેરિકાનો ત્રીજો સૌથી મોટો ભાગીદાર છે બંને વચ્ચે વાર્ષિક 43 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે અમેરિકા 25 લાખ કરોડનો સામાન મેક્સિકો મોકલે છે તો મેક્સિકોથી 18 લાખ કરોડનો સામાન ખરીદે છે
ઘૂસણખોરી અટકાવવા પ્રેસિડન્ટ ટ્રમ્પની જીદના કારણે બોર્ડર બંધ થઇ ગઇ, તેની સૌથી વધુ અસર સેન ડિયાગો બોર્ડર પર થઇ છે